રેશન કાર્ડ

તમારા રેશન કાર્ડની ઓનલાઈન માહીતી મેળવવા માટે અહીં ક્લિક કરો. Click Here.

રેશન કાર્ડ ની માહિતિ ઓનલાઈન માહિતી જો વાના સ્ટેપ:

1. વેબસાઈટ ઓપન થશે નીચે પ્રમાણે પેજ ઓપન થશે.
 Go બટન પર ક્લિક કરો.
2. તમારો જીલ્લો પસંદ કરો.
3. તમારો તાલુકો પસંદ કરો.
4. હવે તમારા ગામ સોધીલો તમારા ગામની સીધી લીટીમા બ્લુ કલરના અંક પર ક્લિક કરો હવે APL,  BPL,  AAY, જે કાર્ડ ની માહિતી જોવામાગતા હોય. 
4. હવે તમારે નામની સામે બ્લુ કલર મા તમારો રેશન કાર્ડ નંબર હશે. તેનાપર ક્લિક કરતા તમારા કુટુંબના સભ્યોની વિગત આવિજસે.



ગુજરાત ટી.પી.ડી.એસ. નાં SMS એલર્ટસ માટે તમારો મોબાઈલ રજીસ્ટર કરાવવા મટે અહી ક્લિક કરો.
 રજીસ્ટ્રેશન કરાવવાનો ફાયદો સંસ્થા અનાજ ના દુકાનદાર જ્યારે ગોડાઉન પરથી માલ ઉપાડશે ત્યારે તમારા મોબાઈલમાં SMS દ્વારા તમને જાણ કરવામાં આવશે.



તમને રેશન કાર્ડમાં મળવા પાત્ર જથ્થો જાણવા માટે અહીં ક્લિક કરો.



નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ની વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.
https://dcs-dof.gujarat.gov.in/index.htm




અલગ રેશન કાર્ડ મેળવવા બાબત
હું કઈ રીતે અલગ રેશન કાર્ડ મેળવી શકું?
તાલુકામાં મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૬૫ મુજબ
અરજી કરવી.
નિકાલની સમય મર્યાદાકુલ ૭ દિવસ.
ફીરુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
  1. અરજદારશ્રી નોકરી કરતા હોય તો સંબંધિત સંસ્થાના પગારની વિગત સહિતના પ્રમાણપત્રની નકલ.
  2. જે રેશન કાર્ડમાંથી અલગ રેશન કાર્ડ બનાવવાનું હોય તે અસલ રેશન કાર્ડ અથવા રેશન કાર્ડમાંથી નામ કમી કર્યાના અસલ પ્રમાણપત્રો.
  3. રહેઠાણનો પુરાવો.
  4. ઈન્કમટેક્ષ ભરતા હોય તો ઈન્કમટેક્ષ નંબર (P.A.N.)નો પુરાવો.
  5. સેલ્સટેક્ષ ભરતા હોય તો સેલ્સટેક્ષ નંબરનો પુરાવો.
  6. જમીન વિહોણા ખેત મજુર હોય તો તે અંગેના દાખલાની નકલ.
  7. ગેસ જોડાણ ધરાવતા હોય તો તે અંગેની સંબંધિત ગેસ એજન્સીની પહોંચની નકલ.

 નવું રેશન કાર્ડ મેળવવા બાબત
હું કઈ રીતે નવું રેશન કાર્ડ મેળવી શકું?
તાલુકા મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૬૪ મુજબ
અરજી કરવી.



નિકાલની સમય મર્યાદા કુલ ૭ દિવસ.
ફી બી.પી.એલ. - રુ. ૫/-, અત્યોદય - નિ:શુલ્ક, એ.પી.એલ ૧ - રુ. ૧૦/-, એ.પી.એલ. ૨ - રુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
·         નોકરી કરતા હોય તો સંબંધિત સંસ્થાના પગારની વિગત સહિતનું પ્રમાણપત્ર.
·         ઈન્કમટેક્ષ ભરતા હોય તો ઈન્કમટેક્ષ PAN નો પુરાવો.
·         સેલ્સટેક્ષ ભરતા હોય તો સેલ્સટેક્ષનો નંબરનો પુરાવો.
·         જમીન વિહોણા ખેત મજુર હોય તો તે અંગેના દાખલાની વિગત.
·         રદ કરાવેલ રેશનકાર્ડ અથવા નામ કમી કર્યાના પ્રમાણપત્રો.
·         રહેઠાણનો પુરાવો.
·         ગેસ જોડાણ ધરાવતા હોય તો સંબધિત ગેસ એજન્સીની પહોચ.
·         બહારના રાજ્યમાં અગાઉ રહેતા હોય તો જે તે રાજ્યમાં અગાઉ રહેવાસ કરેલ હોય તેની વિગત.
·         અગાઉ કોઈ રેશન કાર્ડ ન હોય તો સોગંદનામું, નમુના ૮૨ મુજબનું.

ડુપ્લીકેટ રેશન કાર્ડ મેળવવા બાબત

હું કઈ રીતે ડુપ્લીકેટ રેશન કાર્ડ મેળવી શકું?
તાલુકામાં મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૬૬ મુજબ
અરજી કરવી.



નિકાલની સમય મર્યાદા કુલ ૧ દિવસ.
ફી રુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
·         જે વ્યાજબી ભાવની દુકાનનું કાર્ડ ધરાવતા હોય તે દુકાનના સંચાલકશ્રીનું કાર્ડ નંબર, જનસંખ્યાની વિગત દર્શાવતું પ્રમાણપત્ર અથવા ખોવાયેલ રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ.
ફાટી ગયેલ અથવા બગડી ગયેલ કાર્ડને બદલે ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવાનું હોય તો ફાટેલું / બગડેલું અસલ રેશન કાર્ડ


રેશન કાર્ડમાં નામ દાખલ કરવા બાબત

હું કઈ રીતે રેશન કાર્ડમાં નામ દાખલ કરાવી શકું?
સંબંધિત મામલતદારશ્રી - ગ્રામ્ય વિસ્તાર માટે, - શહેરી
વિસ્તાર માટે પરિશિષ્ટ-૧/૬૭.૩ મુજબ અરજી કરવી.
                   


નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીબી.પી.એલ. - રુ. ૫/-, અત્યોદય - નિ:શુલ્ક, એ.પી.એલ ૧ - રુ. ૧૦/-, એ.પી.એલ. ૨ - રુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
·         રેશનકાર્ડ.
·         જન્મના કારણે ઉમેરો હોય તો જન્મનું પ્રમાણપત્ર
·         જન્મના કારણે ઉમેરો હોય અને ઉંમર પાંચ વર્ષ કે તેથી વધુ હોય તો અગાઉ નામ નથી નોંધાવ્યું તેવું સોગંદનામું.
·         લગ્નના કારણે ઉમેરો હોય તો પિયર પક્ષેથી કાર્ડમાં નામ કમી કર્યાનું મામલતદારશ્રીનું પ્રમાણપત્ર.
·         લગ્નના કારણે ઉમેરો હોય તો પિયર પક્ષના રેશનકાર્ડની નકલ તથા અગાઉ નામ નથી નોંધાવ્યું તેવું સોગંદનામું.
છુટાછેડાના કારણે ઉમેરો હોય તો છુટાછેડાનો કરાર તથા નામ કમીનો મામલતદારશ્રીનો દાખલો


રેશન કાર્ડમાંથી નામ કમી કરવા બાબત
હું કઈ રીતે રેશન કાર્ડમાંથી નામ કમી કરી શકું?
સંબંધિત મામલતદારશ્રી - ગ્રામ્ય વિસ્તાર માટે, - શહેરી
વિસ્તાર માટે પરિશિષ્ટ-૧/૬૭.૪ મુજબ અરજી કરવી.



નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીબી.પી.એલ. - રુ. ૫/-, અત્યોદય - નિ:શુલ્ક, એ.પી.એલ ૧ - રુ. ૧૦/-, એ.પી.એલ. ૨ - રુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
·         રેશનકાર્ડ.
·         મૃત્યુના કારણે નામ કમી કરવાનું હોય તો મૃત્યુનું પ્રમાણપત્ર.
·         છુટાછેડાના કારણે નામ કમી કરવાનું હોય તો છુટાછેડાનો કરાર.

·         લગ્નના કારણે નામ કમી કરવાનું હોય તો


રેશન કાર્ડમાં સરનામું ફેરફાર કરવા બાબત
હું કઈ રીતે રેશન કાર્ડમાં સરનામું ફેરફાર કરાવી શકું?
સંબંધિત મામલતદારશ્રી - ગ્રામ્ય વિસ્તાર માટે, - શહેરી
વિસ્તાર માટે પરિશિષ્ટ-૧/૬૭.૫ મુજબ અરજી કરવી.



નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીબી.પી.એલ. - રુ. ૫/-, અત્યોદય - નિ:શુલ્ક, એ.પી.એલ ૧ - રુ. ૧૦/-, એ.પી.એલ. ૨ - રુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
·         રેશનકાર્ડ.
·         પોતાના મકાનમાં રહેતા હોય તો પોતાની માલિકીનો અને ભાડે રહેતા હોય તો મકાન માલિકનો મકાનની માલિકીનો પુરાવો.
·         ભાડે રહેતા હોય તો ભાડા પહોંચ.
·         સરકારી મકાનમાં રહેતા હોય તો મકાન ફાળવણી થયાનો ઓર્ડર
·         સરકારી મકાનમાં રહેતા હોય અને ફાળવણીનો ઓર્ડર ૧૦ વર્ષથી જુનો હોય તો સંબંધિત કચેરી/સેક્ટરની પૂછપરછ કચેરીનું સર્ટીફીકેટ.

·         વ્યાજબી ભાવની દુકાનનો રદ કરેલો સિક્કો રેશન કાર્ડમાં


સ્થળાંતર કરવાને કારણે રેશનકાર્ડમાં કમી કર્યાની નોંધ કરવા બાબત
હું કઈ રીતે સ્થળાંતર કરવાને કારણે રેશનકાર્ડમાં કમી
કર્યાની નોંધ કરાવી શકું?
સંબંધિત મામલતદારશ્રી - ગ્રામ્ય વિસ્તાર માટે, શહેરી
વિસ્તાર માટે પરિશિષ્ટ-૧/૬૭.૬ મુજબ અરજી કરવી.



નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીબી.પી.એલ. - રુ. ૫/-, અત્યોદય - નિ:શુલ્ક, એ.પી.એલ ૧ - રુ. ૧૦/-, એ.પી.એલ. ૨ - રુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
રેશનકાર્ડ (દુકાનદારનો કાર્ડ રદ કર્યાની નોંધ).


રેશન કાર્ડમાં નામ અથવા સુધારા-વધારા (સરનામા સિવાય)ની નોંધ કરવા
હું કઈ રીતે રેશન કાર્ડમાં નામ અથવા સુધારા-વધારા
(સરનામા સિવાય)ની નોંધ કરાવી શકું?
સંબંધિત મામલતદારશ્રી - ગ્રામ્ય વિસ્તાર માટે, શહેરી
વિસ્તાર માટે પરિશિષ્ટ-૧/૬૭.૭ મુજબ અરજી કરવી.



નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીબી.પી.એલ. - રુ. ૫/-, અત્યોદય - નિ:શુલ્ક, એ.પી.એલ ૧ - રુ. ૧૦/-, એ.પી.એલ. ૨ - રુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
·         રેશનકાર્ડ.
·         સોગંદનામું (નમુના નં. ૮૨.૧૪ મુજબનું)
સ્કુલ લિવીંગ / ચુંટણી કાર્ડ / જન્મનો દાખલો

સંસ્થાકીય કાર્ડ આપવા બાબત
હું કઈ રીતે સંસ્થાકીય કાર્ડ આપવાની મંજુરી મેળવી શકું?
તાલુકામાં મામલતદારશ્રીને, પરિશિષ્ટ - ૧/૬૮ મુજબ


નિકાલની સમય મર્યાદાકુલ ૭ દિવસ.
ફીરુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
·         સંસ્થામાં જોડાયેલ સભ્યોના નામોની યાદી પરિશિષ્ટ - ૨/૬૮ મુજબ
·         સંસ્થા (હોસ્ટેલ, ધાર્મિક કે સામાજિક સંસ્થા)નું સંબંધિત ખાતાનું નોંધણી પ્રમાણપત્ર.
·         સંસ્થાના સરનામાનો પુરાવો.
·         સંસ્થા કઈ પ્રવૃતિ સાથે સંકળાયેલી છે તેનો આધાર.
સભ્યો મુળ જે જગ્યાએ રહેતા હતા તે તાલુકાના મામલતદારશ્રી / નાયબ મામલતદારશ્રી (પુરવઠા) / ઝોનલ ઓફિસરશ્રીના રેશનકાર્ડમાંથી નામ કમી કર્યાના અસલ પ્રમાણપત્રો.


હું કઈ રીતેછુટક - જથ્થાબંધ-ઉત્પાદક અને પેટ્રોલીયમ
પેદાશોના (જથાબંધ કે છુટક) પરવાના આપવાની
મંજુરી મેળવી શકું?
સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને, પરિશિષ્ટ - ૧/૬૯ મુજબ
અરજી કરવી. શહેર માટે મામલતદારશ્રી (જમીન ફાળવણી)



નિકાલની સમય મર્યાદાકુલ ૪૫ દિવસ.
ફીરુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
·         આર્થિક સધ્ધરતા માટે બેંકનો દાખલો. પરિશિષ્ટ - ૨/૬૯ મુજબ
·         ચારિત્ર્ય સંબંધે પોલીસ સ્ટેશનનો દાખલો. પરિશિષ્ટ - ૩/૬૯ મુજબ
·         કોઈપણ ગુન્હા માટે કોર્ટમાં દોષિત ઠરેલ હોય તો ચુકાદાની નકલ અથવા કોઈપણ ગુન્હામાં સજા થયેલ ના હોય તો સોગંદનામું (પરિશિષ્ટ - ૪/૬૯ મુજબ) જોઈએ છે? તેનો પુરાવો.
·         કઈ એજન્સી / એજન્સીઓ માટે અને કઈ હેસીયત(માલિકી કે ભાગીદારી પેઢી) થી પરવાનો
·         જે જગ્યા એ લાયસન્સ મેળવવા માંગતા હોય તે જગ્યાની માલિકીનો આધાર અથવા જગ્યા ભાડે રાખેલ હોય ભાડા કરારની પ્રમાણિત નકલ અને ભાડે આપનારની માલિકીનો પુરાવો તેમજ જગ્યાની અધિકૃતતા ને લગતા પુરાવા. (દસ્તાવેજની નકલ, ગામ ન.નં. ૬ ની નકલ, ગામ ન.નં.૭/૧૨ ની નકલ , બીનખેતી હુકમની નકલ)
 ·         રેશનકાર્ડની નકલ
 ·         પેટ્રોલીયમ પેદાશોના પરવાના માટે
·         એક્ષપ્લોઝીવ લાયસન્સ
·         ઓઈલ કંપનીએ કરેલ નિમણૂંકનો પત્ર.
·         ઓઈલ કંપની સાથેના એગ્રીમેન્ટની નકલ  ·         છેલ્લા બે વર્ષના આવકવેરાનાં રીટર્ન.
છેલ્લા બે વર્ષમાં ભરેલ કેન્દ્ર્રીય / સ્થાનિક વેચાણવેરાનો પુરાવો


છુટક/જથ્થાબંધ/ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના પરવાનામાં સ્થળફેર બાબત

હું કઈ રીતે છુટક - જથ્થાબંધ-ઉત્પાદક અને પેટ્રોલીયમ
પેદાશોના (જથાબંધ કે છુટક) પરવાના આપવાની
મંજુરી મેળવી શકું?
સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને, પરિશિષ્ટ ૧/૭૦
મુજબ અરજી કરવી. શહેર માટે મામલતદારશ્રી
(
જમીન ફાળવણી.)


નિકાલની સમય મર્યાદાકુલ ૩૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

·         ગ્રામ પંચાયત / નગરપાલિકાના ના વાંધા પ્રમાણપત્ર. પરિશિષ્ટ - ૨/૭૦ મુજબ
·         નવા સ્થળની જગ્યા રહેઠાણની સોસાયટી પૈકીની હોય તો સોસાયટીના ચેરમેનશ્રીનું ના વાંધા પ્રમાણપત્ર. પરિશિષ્ટ - ૩/૭૦ મુજબ
·         અસલ પરવાનો.
·         નવા સ્થળની માલિકીનો પુરાવો. રજી. દસ્તાવેજ / આકારણી બીલ / એલોટમેન્ટ લેટર.
·         નવા સ્થળનું મકાન ભાડે રાખેલ હોય તો તે કિસ્સામાં ભાડા પહોંચ અને મકાન ભાડે આપનારની માલિકીના પુરાવા.
·         સ્થળની અધિકૃતતાને લગતા પુરાવા જેવા કે ગામ નમુના નં. ૬, ગામ નમુના નં. ૭/૧રની નકલ અને બીનખેતી હુકમની નકલ.
·         પેટ્રોલીયમ પેદાશના પરવાના કિસ્સામાં
·         સંબંધિત ઓઈલ કંપનીની મંજુરીનો પત્ર.

·         નવા સ્થળના એક્ષ્પ્લોઝીવ લાયસન્સની નકલ.

છુટક / જથ્થાબંધ /ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના પરવાનામાં ભાગીદારી ફેરફાર બાબત

હું કઈ રીતે છુટક / જથ્થાબંધ /ઉત્પાદક અને પેટ્રોલીયમ
પેદાશોના (જથ્થાબંધ કે છુટક) પરવાનામાં ભાગીદારી
ફેરફારની મંજુરી મેળવી શકું?
તાલુકાના મામલતદારશ્રી ને, પરિશિષ્ટ - ૧/૭૧ મુજબ
અરજી કરવી. શહેર માટે મામલતદારશ્રી (જમીન ફાળવણી)



નિકાલની સમય મર્યાદાકુલ ૩૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

·         નવા દાખલ થતાં ભાગીદારોના આર્થિક સધ્ધરતા માટે બેંકનો દાખલો. પરિશિષ્ટ - ૨/૭૧ મુજબ
·         નવા દાખલ થતાં ભાગીદારોના ચારિત્ર્ય સંબંધિત પોલીસ સ્ટેશનનો દાખલો. પરિશિષ્ટ - ૩/૭૧ મુજબ
·         અસલ પરવાનો.
·         ભાગીદારીમાં ફેરફાર માટેનો અધિકૃત આધાર (ભાગીદારી રીલીઝ ડીડ અને નવા ભાગીદારી ડીડની નકલ)
·         નવા દાખલ થતાં ભાગીદારોના રહેઠાણનો પુરાવેા.
પેટ્રોલીયમ પેદાશના પરવાના માટે ઓઈલ કંપનીએ નામ કમીદાખલ કરેલ હોય તો તેનો પત્ર અને નવા ભાગીદારો સાથેના ઓઈલ કંપનીએ કરેલ એગ્રીમેન્ટની નકલ.

નવી પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર (વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાન) મંજુર કરવા બાબત

હું કઈ રીતે નવી પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર
(
વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાન) મંજુર કરવાની
મંજુરી મેળવી શકું?
સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને, પરિશિષ્ટ - ૧/૭૨
મુજબ અરજી કરવી.



નિકાલની સમય મર્યાદાકુલ ૫૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

·         સહકારી મંડળી, ટ્રસ્ટ કે સંસ્થા / સંઘ / સ્વ સહાય જૂથ હોય તો ચેરમેન, વાઈસ ચેરમેન, સેકે્રટરીના નામ, સરનામાની વિગતો પરિશિષ્ટ - ૨/૭૨ મુજબ
·         અરજદાર ઓછામાં ઓછું રૂ ૧૦,૦૦૦/નું રોકાણ કરી શકે તેમ છે તે અંગેની આર્થિક સધ્ધરતાનો બેંકનો દાખલો. પરિશિષ્ટ - ૩/૭૨ મુજબ
·         ચારિત્ર્ય સંબંધે સંબંધિત પોલીસ સ્ટેશનનો દાખલો પરિશિષ્ટ - ૪/૭૨ મુજબ
·         અરજદારને કોઈ કોર્ટ દ્બારા કોઈ પણ કાયદા હેઠળ સજા થયેલ છે? જો હા તો કોર્ટના ચુકાદાની નકલ થવા જો ના તો સોગંદનામુ. પરિશિષ્ટ - ૫/૭૨ મુજબ
·         નોંધણી પ્રમાણપત્ર બંધારણની નકલ (મુદ્દા નં.૧ના કિસ્સામાં લાગુ પડશે.)
·         અરજદાર બીજી વ્યાજબી ભાવની દુકાન ધરાવતાં હોય તો તેના પરવાનાની નકલ.
·         અરજદારશ્રી એસ.સી., એસ.ટી. કે બક્ષીપંચ જ્ઞાતિના હોય તો તે અંગેના જાતિ પ્રમાણપત્રની નકલ.
·         અરજદારશ્રી શારીરીક ખોડ ખાંપણ ધરાવતા હોય તો તે અંગેના પ્રમાણપત્રની નકલ.
·         અરજદારની જન્મ તારીખનો પુરાવો. (લીવીંગ સર્ટીફીકેટ)
·         અભ્યાસ, શૈક્ષણિક લાયકાતનો પુરાવો
·         અરજદાર શિક્ષિત બેરોજગાર હોવા અંગેના રોજગાર વિનિમય કચેરીના તેમજ સ્વ સહાય જૂથ હોવા અંગેની નોંધણી પ્રમાણપત્રની નકલ.
·         અરજદારને કુટુંબના સભ્યોના નામે વ્યાજબી ભાવની દુકાન છે ? જો હા તો પરવાના ની નકલ.
·         અરજદાર અન્ય કોઈ ચીજવસ્તુનો પરવાનો ધરાવે છે કે કેમ ? જો હા તો પરવાનાની નકલ.
·         અરજદારને વેપાર અંગેનો કોઈ અનુભવ છે ? જો હા તો અનુભવનો દાખલો.
·         જે વિસ્તાર માટે વ્યાજબીભાવની સરકાર માન્ય દુકાન અંગે અરજી રજુ કરેલ છે, તે વિસ્તારના અરજદાર સ્થાનિક રહીશ હોવા અંગેના પુરાવા તરીકે રેશનકાર્ડ ની નકલ / મતદાર યાદીની વિગત,
·         જે વિસ્તાર માટે વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાન ખોલવાની છે તે વિસ્તારમાં (મ્યુ. કો. વિસ્તારમાં ૧૦૦, ર૦૦ ફુટ અને તે સિવાયના વિસ્તારમાં ઓછામાં ઓછી ર૦૦ ચો.ફુટ) અરજદારના કબજામાં માલિકીની કે ભાડાની ખરીદીનો દસ્તાવેજ, નગરપાલિકા, ગ્રામ પંચાયતનું આકારણી બીલ અથવા એલોટમેન્ટ લેટર, દુકાન ભાડે રાખેલ હોય તો ભાડા પહોંચ / કરાર અને ભાડે આપનારની માલિકીનો પુરાવો.